ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તા. ૧૯ જૂનના રોજગાર ભરતી મેળો યોજાશે
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧ એકમમાં ટ્રેની એંન્જીનીયર જગ્યા ભરવાની છે. જેમાં B.E Mechanical, Diploma Mechanical, Diploma Electrical, Diploma metallurgy ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૧૯-૦૬-૨૦૨૪ ને બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.
Recent Comments