દેશની આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે ભાવનગર યુનિવર્સિટી દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરાયું હતું. આ યાત્રાને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા તિરંગો ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ યાત્રા શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પેવેલિયનથી શરૂ કરી સેન્ટ્રલ સોલ્ટ, આઇ.સી.આઇ.સી.આઇ.બેન્ક, ગુલીસ્તા મેદાન, આતાભાઇ ચોક, સંસ્કાર મંડળ, વડોદરીયા પાર્ક, ટી.કે.શહાણે સર્કલ થઇ શામળદાસ આર્ટસ કોલેજ સુધી ફરી હતી. દેશભક્તિનાં આ અવસરે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોનાં વિધાર્થીઓ જોડાયા હતા.
આ તકે ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભાવનગરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે આપણી પેઢી ને આઝાદી માટે કંઈક કરવાનો મોકો મળ્યો નથી પરંતુ સુરાષ્ટ્ર માટે આપડે કંઈક કરી સકીશું.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, દેશ વિદેશમાં ભારત નું ગૌરવ વધારનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પહેલને સમગ્ર દેશે વધાવી લીધી છે ત્યારે ભાવનગરમાં “રન ફોર તિરંગા” રેલીમાં જોડાયેલા યુવાનોને શુભકામના પાઠવી હતી.
ભાવનગરનાં યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ની ધરતી પર ઉજવણી થઈ રહી હોઈ ત્યારે ભારતનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી હતો એટલી જ ગૌરવશાળી ઉજવણી કરવાનું આપણી પેઢીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે
આ તકે યુનિવર્સિટીનાં ઇ.ચા.વાઇસ ચાન્સેલરશ્રી ડો.એમ.એમ.ત્રિવેદી, યુનિવર્સિટીનાં રજીસ્ટ્રારશ્રી ડો.કૌશિક ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખશ્રી રાજીવ પંડયા, નિવાસી અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ સહિતનાં પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગોનાં ડિનશ્રીઓ, કોલેજનાં પ્રિન્સિપાલશ્રીઓ, પ્રોફેસરો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયાં હતા.
Recent Comments