ભાવનગર : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વીરપુરના બાળકને મળ્યું નવજીવન
હૃદયરોગથી અજાણ ખેડૂત પરિવારના પુત્રનું અમદાવાદ ખાતે સરકારી ખર્ચે સફળ ઓપરેશન કરાયું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાળકોનું આરોગ્ય જળવાય તે માટે રાષ્ટ્રીય બાળસુરક્ષા કાર્યક્રમ સહિતની અનેક સ્વાસ્થયલક્ષી યોજનાઓ અમલમાં મૂકાઈ છે.બાળકોના આરોગ્ય માટે પ્રયત્નશીલરાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ભાવનગરના જેસર તાલુકાના નાના એવા વીરપુર ગામના ખેડૂત પરિવાર માટેઆશીર્વાદરૂપ સાબિત થઈ છે.કાર્યક્રમ અંતર્ગત જેસરના વીરપુર ગામના ખેડૂત શ્રી જયવંતસિંહ ચૌહાણના નવજાતપુત્રનું હૃદય રોગનું નિદાન કરી યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તાજેતરમાં સફળ ઓપરેશન કરીભયમુક્ત જાહેર કરવામાં આવતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત જેસર તાલુકાના વીરપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયવંતસિંહપુત્ર મિતરાજસિંહને શ્વાસ ચડવો, વધારે રડવાની તથા હોઠ ભૂરા પડી જવાની તકલીફ જણાતા આર.બીએસ.કે. ટીમે તેમના ઘરે જઈ તપાસ કરતાં હદય રોગની શંકાના આધારે વધુ નિદાન અને સારવાર અર્થે સંદર્ભ કાર્ડઅને દરખાસ્ત ભરી સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ હતું. જ્યાંથી હૃદયસંબંધી તકલીફ વધુ જણાતાં બાળકને યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાંઆવ્યું. જ્યાં તેના હૃદયમાં Large VSD અને Trunchus Arteriosus ની તકલીફ હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાંખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મિતરાજસિંહના વાલીએ ઓપરેશન કરાવવા બાબતે અસંમતિ દર્શાવી હતી. પરંતુમેડિકલ ટીમ દ્વારા વાલીને ઓપરેશનની વિગતો તથા આવશ્યકતાથી વાકેફ કરાવી તેને મનાવ્યા હતા.આમ ગત તા. 4/11/2020 ના રોજ હૃદયનું જટિલ અને દસ લાખ સુધીનું ખર્ચાળ ઓપરેશન ખેડૂત પરિવાર માટેવિનામૂલ્યે થતા તથા આવન-જાવન માટે ટિકિટનો ખર્ચ અને ત્યાં જમવાનો ખર્ચ પણ સરકારે ભોગવતા સમગ્રપરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.અને પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તાલુકા હેલ્થઓફિસર ડો. કણઝરીયાના માર્ગદર્શન હેઠળ ઉપેન્દ્રભાઈ ભાદરકા,ડો.બીપીન ટાઢા, ડો.વિશાલ માંડવીયા, ડો. કેતાબાસરવૈયા, ઉદયભાઇ તથા ધારાબેનની કામગીરીને બિરદાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ગંભીર રોગો જેવા કે જન્મજાતહદયરોગ, બધિરતા, મોતિયો, કલેફ્ટ લિપ અને પ્લેટ જેવા રોગોને શોધીને તેને સંદર્ભ કાર્ડ ભરી સારવાર તદ્દનવિનામૂલ્યે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષના શાળા અને આંગણવાડીના તમામ બાળકોની આરોગ્યતપાસ કરવામાં આવે છે.
Recent Comments