ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલનો જન્મદિવસની ઉજવણી કરાઇ
આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ લોકો માં રસાયણ વિજ્ઞાન વિષે જાગૃતિ અને ઉત્સુકતા વધારવા નો હતો. ૨૧ ઓક્ટોબરના મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલનો જન્મદિવસ હોય છે. તેનાં નામ પરનો પારિતોષિક વિજ્ઞાનની દુનિયામાં ઉચત્તમ અવોર્ડ માનવામાં આવે છે. આ કાર્યક્રમમાં જાેધપુરનાં કેમેસ્ટ્રી અને સાયન્સ કોમ્યુનીકેશન ના ફોર્મર પ્રોફેસર ડૉ.ડી.ડી. ઓઝા દ્વારા છેલ્લા ૭૫ વર્ષોમાં વિજ્ઞાન ક્ષ્રેત્રે ભારતની ઉપલબ્ધિઓ વિષે માહિતી નો લેકચર લેવામાં આવ્યો હતો. આલ્ફ્રેડ નોબેલ નાં જન્મદિવસ અંતર્ગત નારી ગામની સરકારી શાળા યુનિવર્સીટીના વિભાગોના વિદ્યાર્થીઓ તથા જુદી જુદી સંસ્થાઓના પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી મિત્રોને ક્વીઝ, લેકચર અને તેમના જ્ઞાનને હરણફાળ આપવા માટે આરએસસી ભાવનગરની જુદી જુદી માહિતી સભર ગેલેરીઓની મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ ગેલેરી, બાયો-સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી (ફિઝિયોલોજી અને મેડિસિન) નો સમાવેશ થાય છે. નોબલ પ્રાઈઝ ગેલેરી ભાવનગરમાં આ એક અનોખી ગેલેરી છે કે જેમા ૨૨૦થી વધારે વૈજ્ઞાનિકો અને એના કામ વિશે માહિતી આપવામાં આવે છે જેઓએ શરીરવિજ્ઞાન અને દવા પર પોતાનુ યોગદાન આપ્યુ છે. આ કાર્યક્રમ માં ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર ના ડીન ડૉ.હેમંત મહેતા તેમજ ડૉ.ચિન્મય શાહ ( ફિજીઓલોજી ડીપાર્ટમેન્ટના પ્રોફેસર અને હેડ) ઉપસ્થિત હતા. આ સમગ્ર આયોજન ડો.ગીરીશ ગોસ્વામી કે જે રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરની ફરજ બજાવે છે તેના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
Recent Comments