ભાવનગર

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન(ABDM), ક્ષમતા નિર્માણ અને ઇન્ફોર્મેશન, એજ્યુકેશન & કોમ્યુનિકેશન(IEC)સંબંધિત ટ્રેનિંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ વિભાગ, ગાંધીનગર ના અધિકારીઓ શ્રી ભૃગુરાજ ત્રિવેદી, જોઇન્ટ ડાયરેક્ટર આઇટી, ડો. હેમંત મેહતા, ડીન ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, ડો. ગિરીશ ગોસ્વામી પ્રોજેક્ટ ડિરેક્ટર, રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર શ્રી જાસ્મિન પંચાલ, શ્રી જીતેન પારેખ, શ્રી નીલું મોદી, શ્રી યોગેશ્વર ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં વર્ક-લાઇફ બેલેન્સ અને સુખાકારીનું સંતુલન કેવી રીતે કરવું, લાંબા ગાળાની સફળતા માટે સ્વ-સંભાળને પ્રાથમિકતા આપવી, લાઇફ લર્નિંગ ઉદ્દેશ્ય – ‘વર્ક-લાઇફ બેલેન્સ માટે વિવિધ વ્યૂહરચનાઓ વગેરે પર જુદા જુદા નિષ્ણાંતો દ્વારા સેશન લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર અને આરપીસી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

Related Posts