20 જુલાઈ, 1969 ના દિવસે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન “બઝ” એલ્ડ્રિને માનવ જાતિને મોટી સિદ્ધિ અપાવી હતી. આ દિવસે નીલ આર્મસ્ટ્રોંગે ઇગલ લેન્ડર પરથી નીચે ઉતાર્યા હતા અને ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ બન્યા હતા. આથી 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય “ચંદ્ર દિવસ” તરીકે પસંદ કરવામાં આવ્યો હતો આથી દર વર્ષે જુદી જુદી થીમ પર આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે. આવર્ષ ની થીમ‘ઇલ્યુમીનેટિંગ ધ શેડોસ’ છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આરએસસી ભાવનગર ખાતે 20 જુલાઇ 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વિવિધ પ્રવૃતિઓ જેવી કે ડ્રોઈંગ કોમ્પિટિશન, ક્વિઝ ઓન મુન, સ્કાય ગેઝિંગ, સ્ટોરી ટેલિંગ વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતુશ્રી સુમરીબા માધુભાઈ રોયલા માધ્યમિક & ઉચ્ચતર માધ્યમિક શાળા ના 150 જેટલાબાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોને લૂનાર એક્સપ્લોરેશન પર ડોક્યુમેન્ટરી પણ
બતાવવામાં આવી હતી. તદુપરાંત મુલાકાતીઓ પણ આ ઉજવણીના લાભાર્થી બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ ઉજવાયો



















Recent Comments