fbpx
ભાવનગર

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે AI પર પાંચ દિવસીય વર્કશોપનો આરંભ

 વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત પાંચ દિવસીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વર્કશોપનો પ્રારંભ કરાયો હતો. ૧૮ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન તકનીકી ક્ષેત્રની નવી પેઢી (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પર વર્કશોપનું આયોજન કરાયું છે. સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાંથી ધો.૮ થી ૧૨ના ૧૦૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

આ વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડો. રશ્મિ શર્મા, હેડ ઓફ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર તથા ડો. નરોત્તમ સાહુ, સલાહકાર, ગુજકોસ્ટ ગાંધીનગર પધાર્યાં હતાં. તેમણે વર્કશોપમાં ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ટેકનોલોજીની દુનિયામાંઅત્ર-તત્ર-સર્વત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છવાઈ ગયું છે.રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરનો હેતુ આ વર્કશોપ દ્વારા, AI ના યુગમાં વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય,ટેકનોલોજી ભર્યા આ યુગમાં પોતાની કારકિર્દી કેવી રીતે મજબૂત બનાવવી અને ફક્ત કાગળ પર ડિગ્રીના બદલે આવડત વિકસાવવા તથા દેશની ભાવિ પેઢી વિશ્વ પટલ પર એક સારા નાગરિક તરીકે વિકાસ પામે તે છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતેનો આ વર્કશોપ એ સમગ્ર ગુજરાત રાજ્ય માં વિદ્યાર્થીઓ માટે પ્રથમ થઈ રહ્યો છે. ૧૦૦ સહભાગીઓમાં ગુજરાત બોર્ડ, જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રય વિદ્યાલય  સી ખી એસ ઈ સ્ફૂસના અમદાવાદ,  આણંદ,  અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, કચ્છ, ખેડા,મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા, જિલ્લાઓના ૬૩ વિદ્યાર્થીઓ અને ૩૭ વિદ્યાર્થીનીઓ સહભાગી બની હતી.

આ ૫ દિવસીય વર્કશોપ દરમિયાન DAIICT ગાંધીનગર, IIIT વડોદરા, BVM આણંદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો આવશે અને AI બાળકોને  શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે,વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતરમાં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટરભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ ગોસ્વામીના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું  છે. વર્કશોપમાં ભોજન તેમજ રહેવા અને અન્ય લોજિસ્ટિક્સનો તમામ ખર્ચ આરએસસી ભાવનગર દ્વારા કરવામાં આવશે.

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ, ઉપરાંત ગેલેરી વાઈઝ ભિન્ન ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ તેમજ વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી કરી લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા આરએસસી ભાવનગર સતત પ્રયત્નશીલ રહે છે.

Follow Me:

Related Posts