fbpx
ભાવનગર

ભાવનગર રેડક્રોસ સોસાયટીને રાજ્યપાલના હસ્તે પાંચ એવોર્ડ એનાયત

રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે રેડક્રોસ ભાવનગરના ચેરમેન ડો.મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિત ઠકકર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય રેડક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા સેવાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર રેડક્રોસની વિવિધ માનવતાવાદી સેવાઓના કારણે પ્રતિવર્ષ રેડક્રોસનું રાજ્યકક્ષાએ વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.ભાવનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની વિવિધ માનવતાવાદી સેવાઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે પ્રતિ વર્ષ રેડક્રોસ ભાવનગરને રાજ્ય કક્ષાએ સન્માનિત કરીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તાજેતરમાં ભાવનગર રેડક્રોસનું સન્માન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે પાંચ જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. રેડક્રોસ ભાવનગરને ચક્ષુદાન, દેહદાન, થેલેસીમિયા પરીક્ષણ, શાળા અને કોલેજાેમાં જુનિયર અને યુથ રેડક્રોસની નોંધણી અને સેવાઓ માટે અને સાથે સમાજમાં સૌથી વધુ પ્રાથમિક સારવાર તાલીમોની સેવા થકી લોકોની જિંદગી બચાવવાની સેવામા ઉત્કૃષ્ઠ સેવાઓ માટે પાંચ જેટલા એવોર્ડ આપીને સન્માન કરાયું હતું.

Follow Me:

Related Posts