fbpx
ભાવનગર

ભાવનગર રેન્જની નવી આઇ.જી. કચેરી આધુનિક સુવિધાથી સંપન્ન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યુ હતું. ભાવનગર રેન્જમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. તેથી આ ત્રણેય જિલ્લાની પોલીસને હવે નવનિર્મિત કચેરીનો લાભ મળશે. રૂપિયા 3.89 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં પેન્ટ્રી, ઇલેક્ટ્રીક રૂમ, રીડર રૂમ, રજીસ્ટ્રી રૂમ, આઈ. જી. ચેમ્બર, સાયબર સેલ, ટેકનીકલ રૂમ, વહીવટી રૂમ, આર. આર. સેલ સહિતની કચેરીઓ કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે સાયબર સેલ કચેરી પોલીસ આ સંકુલમાં જ હોવાથી મોનિટરીંગમાં સરળતા રહેશે.

Follow Me:

Related Posts