ભાવનગર શહેરમાં છેલ્લા એક માસથી વધુ સમયથી શહેરભરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે આજરોજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં દબાણ હટાવ સેલ દ્રારા રોડને અડચણ રૂપ લારી-ગલ્લાઓ, કેબીનો, ઓટલાઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્રારા આજે ગઢચી વડલા વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારો આસપાસના ગેરકાયદેસર દબાણો પર ક્રેન અને જેસીબીની મદદ કેબીનો જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલ વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ભાવનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણો મનપા દ્વારા દૂર કરાયા

Recent Comments