fbpx
ભાવનગર

ભાવનગર રેલ્વે ડિવિઝનનો કર્મચારી પ્રેરક માંકડ IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી આવૃતિ માટે હરાજી યોજાઇ હતી. જેમાં ફ્રેન્ચાઇઝીઓ તરફથી ખેલાડીઓને ખર્ચવામાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલ્વે, ભાવનગર ડિવિઝનના ગોંડલ રેલ્વે સ્ટેશન પર કાર્યરત પ્રેરક માંકડ પોઇન્ટ્સમેન તરીકે કામ કરે છે, જેને પંજાબ કિંગ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

પ્રેરક એન.માંકડ ઓલરાઉન્ડર ખેલાડી છે, તે જમણા હાથનો બેટ્સમેન અને જમણા હાથનો મધ્યમ ફાસ્ટ બોલર છે. હાલમાં તે સૌરાષ્ટ્ર માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. તે પોતાની બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કરી શકે છે અને તેની બેટિંગથી રન બનાવવામાં માહેર છે. 

આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સે પ્રેરક માંકડને તેની બેસ પ્રાઇસમાં જ ખરીદી લીધો હતો. પ્રેરક માંકડ શિખર ધવન, મયંક અગ્રવાલ જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમતો જોવા મળશે. પ્રેરક માંકડે વિજય હઝારે ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કર્યુ હતુ.

ડિવિઝનલ રેલ્વે મેનજર, ભાવનગર મનોજ ગોયલ, એડિશ નલ ડિવિઝનલ રેલ્વે મેનેજર સુનીલ આર. બારાપાત્રે, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર આશિષ ધાનિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને તેમની સાથે કામ કરનારા કર્મચારીઓએ પ્રેરક એન. માંકડને અભિનંદન અને સારા પ્રદર્શન માટે શુભેચ્છા આપી હતી.

Follow Me:

Related Posts