fbpx
ભાવનગર

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા યોજાશે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તા.૨૨/૧૨/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ,બહુમાળી ભવન, ભાવનગરનાં બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરીનેપ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે.

આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોકવાર્તા,લોકવાદ્ય સંગીત, નિબંધલેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધા યોજાશે.ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોન (પ્રદેશકક્ષા)માં
ભાવનગર શહેર અને ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે.સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારો માટેની સ્પર્ધાઓ ત્રણ વિભાગમાં (અ, બ અને ખુલ્લો) સ્પર્ધાનું
આયોજન કરવામાં આવશે.બાળપ્રતિભા શોધ સ્પર્ધા વિષે વધારે માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બહુમાળી
ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ભાવનગર ખાતે સંપર્ક કરવો તથા કચેરીના બ્લોગ એડ્રેસ dydobvr.blogspot.comપરથી પણ માહિતી મેળવી શકાશે.

Follow Me:

Related Posts