ભાવનગર

ભાવનગર શહેરનાં નાગરિકો રાષ્ટ્રભક્તિનાં ભાવ સાથે માન-સન્માન અને આદરભાવથી લહેરાવ્યો તિરંગો

દેશનાં દરેક રાજ્ય અને પ્રત્યેક જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ “હર ઘર તિરંગા” અભિયાન અન્વયે દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ નાગરિકોને પોતાનાં ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અનુરોધ કર્યો છે, ત્યારે ભાવનગર શહેરનાં તમામ વિસ્તારો પણ તિરંગામય બન્યાં છે.

શહેરનાં બાળકો, યુવાનો અને વડીલો સહિત તમામ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે. ભાવેણાવાસીઓ રાષ્ટ્રભક્તિનાં ભાવ સાથે માન-સન્માન અને આદરભાવથી તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઇ રહ્યાં છે.ભાવનગર શહેરની દરેક ગલી અને મહોલ્લો તિરંગાથી છવાઈ રહ્યાં છે. રોડ, રસ્તા, બગીચા, સોસાયટી, દુકાનો, વાહનો,.. જ્યાં જુઓ ત્યાં ‘ તિરંગો લહેરાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં લોકો સ્વયંભૂ રીતે ભારતીય આઝાદીના પ્રતિક  સમા તિરંગાને પોતાના આંગણાં, ચોક, ઘર પર લગાવીને દેશભક્તિની પ્રતીતિ કરાવી રહ્યાં છે

Related Posts