વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગેરકાયદેસર હેરાફેરી તેમજ આચારસંહિતા ભંગ નાં થાય તેની તકેદારીના ભાગરૂપે ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો સમા નારી ચોકડી, ટોપ થ્રી સર્કલ સહિત અનેક સ્થળે ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. મતદારો અને ઉમેદવારો સંદર્ભે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સ્વતંત્ર તપાસ ચકાસણીના અભિયાન હેઠળ વાહનો દ્વારા થતી સંભવિત ગુનાખોરી સંદર્ભે તેમજ ગેરકાયદેસર હેરાફેરી સામે સતત નિરીક્ષણ કરવાના હેતુથી ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો ખાતે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો ખાતે ચૂંટણી સંદર્ભે વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

Recent Comments