ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોનું શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં રામાપીરમંદિર પાસે ગોપાલનગરમાં ૧૦ લાખના ખર્ચે આર. સી. સી. રોડનાં કામો, મેલડીમાંનાં મંદિર પાસે ૮.૫૦ લાખના ખર્ચે આર. સી. સી. રોડનાં કામો, તેમજ ૧૭ લાખના ખર્ચે ગુરૂનગરથી હાદાનગરને જોડતાં રોડને રીકાર્પેટ કરવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીશ્રીએ સ્થાનિક રહેવાસીઓને મળીને તેમના લોક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમજ આર.સી.સી. રોડ બનવાથી થયેલ સુવિધામાં વધારા અંગે માહિતગાર કર્યા હતાં. આ તકે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા તેમજ વોર્ડનાં કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારનાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments