‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે આવી પહોંચતા બાળાઓએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, અન્નપૂર્ણા યોજના સહિત વિવિધ યોજનાના ભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન PMJAY કાર્ડ, આભાકાર્ડ કઢાવવાની સાથે લાભાર્થીઓએ ટી.બી તપાસ કરાવી હતી. કાર્યક્રમમાં લોકોએ પ્રધાનમંત્રીશ્રીનો વિડિઓ સંદેશ નિહાળ્યો હતો. ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, આગેવાનશ્રી અભયભાઈ ચૌહાણ, કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય નાયબ કમિશનરશ્રી મનિષાબેન બ્રહ્મભટ્ટ સહિતના ઉપસ્થિત રહેલ હતા.
Recent Comments