fbpx
ભાવનગર

ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલનાં એન.સી.આર. ખાતે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી

ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે બાળકોનાં વિભાગમાં સરકારશ્રી તરફથી ચલાવવામાં આવતા એન.સી.આર. ખાતે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ એન.સી.આર. તેમજ સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ બાળકોની માતાઓને હાજર રાખવામાં આવ્યાં હતાં. જેમાં બાળકોને તેમની ઉંમર પ્રમાણે જરૂરી પોષણ મેળવવા માટે કેવા પ્રકારનાં ભોજન કરાવવા અને આંગણવાડી કેન્દ્રો મારફત મળતા બાલશક્તિ માંથી નિયમિત બાળકોને અનેક વાનગીઓ બનાવીને બાળકોને પોષણક્ષમ આહાર મેળવી શકાય અને તેમના દ્વારા બાળકોનાં પોષણમાં થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts