ભાવનગર શહેરમાં આવેલ આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ
ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ તેમને મળેલી સત્તાની રૂએ ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવેલ અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, સદરહું કચેરીમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ ઇસમોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું દિન- ૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલા લેવા હેડકોસ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રી તથા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
Recent Comments