ભાવનગર

ભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ – ગરબા  સ્પર્ધા તા. ૧૬ સપ્ટેમ્બર ના રોજ યોજાશે

રમત ગમત , યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર , યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા રમત ગમત અધિકારી કચેરી , ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ  ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

        ભાવનગર ગ્રામ્યકક્ષાએ અરજી કરનાર તમામ ટીમોએ તા . ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે શિશુવિહાર સંસ્થા , ભાવનગર ખાતે હાજર રહેવાનુ રહેશે . જ્યારે ભાવનગર શહેરકક્ષાએ અરજી કરનાર તમામ ટીમોએ તા . ૧૬/૦૯/૨૦૨૨ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે શિશુવિહાર સંસ્થા , ભાવનગર ખાતે હાજર રહેવાનુ રહેશે.

        નવરાત્રી પ્રાચીન અને અર્વાચીન ગરબાની સ્પર્ધા અને રાસ સ્પર્ધા ત્રણેય વિભાગમાં પ્રથમ આવનાર ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેમ જિલ્લા રમત ગમત કચેરી ભાવનગરની યાદીમાં જાણવાયું છે.

Related Posts