ભાવનગર શહેર ને પ્લાસ્ટિક મુક્ત તેમજ સ્વચ્છ બનાવવા રજૂઆત કરતાં રવિ સાચાપરા
ભાવનગર શહેર ને પ્લાસ્ટિક મુકત તેમજ સ્વછ બનાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે મેં અત્યાર સુધીમાં ઘણી બધી વાર ભાવનગર શહેર ના કોર્પોરેશન ના અધિકારીઓ અને કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનર ને ઈ-મેલ દ્વારા રજુઆત કરીછે. પરંતુ હજી સુધી કોઈપણ પ્રકાર ની રિપ્લાય કે કોઈપણ પ્રકાર ના પગલાં લેવામાં આવ્યા નથી. હવે મને એવું લાગે છે કે આ માટે હવે પ્રિટેડ ડિજિટલ અને TV મીડિયા એ પણ એક મોહીંમ ચલાવવી પડશે તોજ આ જાડી ચામડીના અધિકારીઓ જાગશે અને મારા અને આપણા સૌના ભાવનગર શહેર ને
અને આપણી આવનારી પેઢી ને આ ભયાનક પ્લાસ્ટિક પ્રદુષણ અને કચરાના ઢગલા માંથી મુક્તિ મળશે. મેં આ મેલ સાથે કોર્પોરેશન ને કરેલા મેલ ની કોપી પણ જોડી છે તો આપ શ્રી ને મારી એક જાગૃત નાગરિક તરીકે એકજ અપીલ છે કે આપ ભાવનગર વાસીઓ ને તેમજ આ અધિકારીઓને આપનાં ન્યૂઝ દ્વારા સજાગ કરો.મારી આ વિનંતી ને આપ જરૂર બને તેટલી વહેલા સંભાળ શો તેમજ મારા આ એક નાનકડા પ્રયાસ માં મારો સાથ આપશો તેવી અપેક્ષા સહ
Recent Comments