ભાવનગર શહેર ભાજપે કાર્યકરોને ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવી
ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સી.આર.પાટીલના જન્મદિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટરટેઇનમેન્ટ પાર્ક સિનેમાની ચારેય સ્ક્રીનમાં ૯૩૨ જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓને ૧૯૯૦ના વર્ષમાં કાશ્મીર પંડિતો સાથે જે ઘટના બની તેની હકીકત બયાન કરતી ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” બતાવવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દેશની સાંપ્રત અને વરવી હકીકતથી વાકેફ થાય, તેમનામાં રાષ્ટ્રવાદ સ્ફુરે, એ હેતુથી આ ફિલ્મ બતાવવામાં આવી હતી
ભાવનગર શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા, મેયર કીર્તિબેન દાણીધરીયા, ચેરમેન ધીરુ ધામેલીયા, મહામંત્રીઓ શહેર સંગઠનના હોદ્દેદારો, ગુજરાત પ્રદેશના હોદ્દેદારાઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, દરેક મોરચા અને સેલના હોદ્દેદાર, નગરસેવકો, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, વોર્ડના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આજે ૬૮ મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ દ્વારા અપેક્ષિત કાર્યકરોને ઇપી સિનેમા ખાતે “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મ કાર્યકરોને બતાવીને ઉજવણી કરવામાં આવી છે. ૪ સ્કિનમાં ૯૦૦થી વધારે ટિકિટો બુક કરવામાં આવી હતી.
Recent Comments