ભાવનગર શહેર ભાજપ સહિત રાજ્યના ૫૭૯ મંડલોના ૪૦૦૦૦ થી વધુ કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજી
ભાવનગર શહેર ભાજપ સહિત રાજ્યના ૫૭૯ મંડલોના ૪૦૦૦૦ થી વધુ કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલજી. આજ રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીએ એક સાથે રાજ્યના ૫૭૯ મંડલો ના ૪૦૦૦૦ થી વધુ કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યુ હતું, જે અન્વયે ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીશ્રીઓ યોગેશભાઈ બદાણી, ડી.બી ચુડાસમા અને અરુણભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેરના તમામ વોર્ડમાં વિવિધ સ્થળોએ કાર્યકરોએ આ વર્ચ્યુઅ બેઠકમાં ભાગ લીધો હતો, તેમજ વરિષ્ટ આગેવાનોએ તમામ વોર્ડના વોર્ડ સંગઠન અને શક્તિકેન્દ્રના પ્રભારી અને સંયોજકોને માર્ગદર્શન આપેલ તેમ ભાવનગર શહેર મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.
Recent Comments