fbpx
ભાવનગર

ભાવનગર શહેર મહાનગરપાલિકાકક્ષા / ગ્રામ્ય જિલ્લાકક્ષાના કલાકારો માટે “યુવા ઉત્સવ”સ્પર્ધા યોજાશે

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનીકચેરી, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતો તાલુકા, જિલ્લા, સૌરાષ્ટ્ર ઝોન, રાજ્યકક્ષા યુવાઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૮ સ્પર્ધાનું આયોજન જિલ્લાકક્ષા મહાનગરપાલિકાકક્ષાએ સ્પર્ધાના કલાકારો માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજવામાં
આવશે. આ સ્પર્ધાની વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. કટ ઓફ ડેટ ૩૧-૧૨-૨૦૨૪ રહેશે. મહાનગરપાલિકાકક્ષા/જિલ્લાકક્ષાએ કુલ-૧૮ સ્પર્ધાઓ પૈકી (લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્યસંગીત- હિન્દુસ્તાની, શાસ્ત્રીય કંઠ્યસંગીત- કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય-ભરતનાટ્યમ, શાસ્ત્રીય નૃત્ય-કથ્થક, મણીપુરી, ઓડીસી, કુચીપુડી, એકાંકી(હિન્દી/અંગ્રેજી), શીઘ્ર વક્તૃત્વ (હિન્દી/અંગ્રેજી) અને નવી ઉમેરાયેલ સ્પર્ધાઓ પૈકી મહાનગરપાલિકાકક્ષા/ જિલ્લાકક્ષાના વિજ્ઞાનમેળા, સ્ટોરી રાઇટિંગ, પોસ્ટર મેકીંગ, ડિકલેમેશન, કાવ્ય લેખન/વાંચનની એન્ટ્રી તા.૧૦-૦૯-૨૦૨૪ સુધીમાં જિલ્લાયુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૧/૨, ભાવનગર કચેરી ખાતે રૂબરૂ/ટપાલ/ કુરીયર દ્વારા પહોંચતી કરવાની રહેશે. આ કચેરીના બ્લોગ એડ્રેસ – dydobvr.blogspot.com પરથી વિગતવાર પરિપત્ર અને વધુ વિગતો જાણી શકાશે.

Follow Me:

Related Posts