ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના ઉપક્રમે સ્કાઉટ તાલીમનો પ્રારંભ થયો છે.તારીખ ૧ મે થી શરૂ થયેલ ૧૦ દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ વાલીની ઉપસ્થિતિમાં જાતે રસોઈ કરી હતી. ઉપરાંત આપત્તિ નિવારણ ના ઉકેલ ની તાલીમ આપવામાં આવેલ.. વિદ્યાર્થીઓએ તારીખ ૯ મે નાં રોજ શ્રી શામપરા ખાતે શ્રી નલીનભાઈ પંડિત ને વાડીએ સાયકલ પ્રવાસ કરીને કુદરતી વાતાવરણમાં ટેન્ટ પીચિંગ , એડવેન્ચર એક્ટીવીટી, વાડી દર્શન , કેમ્પફાયર , બાળકોને નાની વયે અંધારાની બીકને દુર કરવા માટે રાત્રી રમત અને રાત્રી રોકાણ નો અનુભવ લીધો હતો કાર્યક્રમનું સંચાલન શ્રી પાર્થભાઈ તથા શ્રી કમલેશભાઈ વેગડે સંભાળ્યું હતું
ભાવનગર શિશુવિહાર ક્રીડાંગણ ના ઉપક્રમે સ્કાઉટ તાલીમનો પ્રારંભ

Recent Comments