fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં બાળ કેળવણી રત્નો પાંચ ઉત્તમ આંગણવાડી બહેનોનું સન્માન

ભાવનગર શિશુવિહાર ખાતે રાજ્ય ના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે ની અધ્યક્ષતા  માં બાળ કેળવણી રત્નો પાંચ ઉત્તમ આંગણવાડી બહેનો નું સન્માન સ્વતંત્ર ભારતના નાગરીકોને બાળ વયથી સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાનાં ઉદ્દેશ સાથે શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૧૯૫૨માં બાળ કેળવણીનો પ્રારંભ થયો. સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીનાં અંતેવાસીઓના બાળકોને ગીજુભાઈ બધેકા પ્રેરિત શિક્ષણ પદ્ધતિથી તાલીમ આપતા શ્રી મોંઘીબહેન બધેકાનાં નામે બાલમંદિરની સ્થાપના સાથે અ-વૈધિક તાલીમ સાથે બાળકોના ઉછેરનું કામ થઇ રહ્યું છે.
શિશુવિહાર પરીસરમાં તો પ્રતિ વર્ષ ૨૦૦ બાળકો જીવન શિક્ષણની તાલીમ લે છે. પરંતુ તેથી વિશેષ શહેરનાં ગરીબ બાળકો માટેની ૩૧૬ આંગણવાડીનાં બાળકોને તાલીમ આપતા શિક્ષકો સાથે પણ સંસ્થા વર્ષ ૨૦૧૧ થી કાર્યરત છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં વિદ્યાર્થી અને મહાત્મા ગાંધી સાહેબ સ્વરાજની લડતનાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ શિશુવિહાર બાલમંદિરમાં પોતાની વયનાં ૯૬ વર્ષ સુધી સેવાર્થી રહી બાળ દેવોની આરાધના  કરી.
ભાવનગરની બાળ કેળવણીને દિશા આપનાર અને પોતાની ૧૦૭ વર્ષની વય સુધી બાળ વિકાસ માટે જીવનાર પૂજ્ય પ્રેમશંકરભાઈની સ્મૃતિમાં તારીખ ૨૬ જુન થી ૯ જુલાઈ ૨૦૨૧  દરમિયાન શહેરની ૩૧૬ આંગણવાડીના ૨૦૦ થી વધુ શિક્ષકોને મોન્ટેસરી સાધન પદ્ધતિ અને બાળ શિક્ષણ વિષયે તાલીમ આપવામાં આવી.
શ્રી શૈલાબહેન પ્રફુલભાઈ સૂચકનાં આર્થિક સહયોગથી પ્રેરિત તાલીમમાં ભાગ લેનાર તમામ આંગણવાડી કાર્યકર્તાઓને શિશુવિહાર તરફથી સાધન સહાય પ્રમાણપત્ર અને બાળ શિક્ષણ સાહિત્ય પણ આપવામાં આવેલ.શિશુવિહાર બાલમંદિરના સંચાલક શ્રી પ્રીતિબેન ભટ્ટ , શ્રી મનીષાબહેન કણબી, શ્રી ઉષાબહેન રાઠોડ દ્વારા અપાયેલ તાલીમનું સંકલન બાલમંદિરના આચાર્ય શ્રી અંકીતાબહેન ભટ્ટએ યોજ્યુ હતું.શિશુવિહાર સંસ્થાથી પ્રતિ વર્ષ યોજાતા શિક્ષક તાલીમ દ્વારા સંસ્થાએ આ પૂર્વે સંગીતનાં સાધનો, ફસ્ટઍડ બોક્સ, પપેટ્સ બાળગીતોની સીડી અને પુસ્તિકા પ્રકારે ૨૪ લાખથી વધુ ખર્ચ કરી શહેરના ગરીબ બાળકોની તાલીમ માટે સહયોગ કર્યો છે જે નોંધનીય બને છે.  આ તાલીમના સમાપને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી વિભાવરીબહેન દવે, શહેરના મેયરશ્રીના વરદ હસ્તે શહેરની ૫ ઉત્તમ આંગણવાડીની બહેનોનું શિશુવિહાર સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts