ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટનાં ઉપાધ્યક્ષ પ્રાધ્યાપક શ્રી પ્રવીણભાઈ ઠક્કરનાં ૭૫ માં વર્ષ પ્રસંગે તેમનો અભિવાદન સમારોહ યોજાયો

ગાંધી જયંતી પ્રસંગ સાથે સ્વરાજ્યનાં અમૃત મહોત્સવે નઈ-તાલીમ સાથે જોડાયેલ ૩૦૦ થી વધુ કાર્યકરો, વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમારોહમાં પ્રાધ્યાપક ડૉ. અરૂણભાઈ દવે, ડૉ.નાનકભાઈ ભટ્ટ, શ્રી હસમુખભાઈ પટેલનાં વરદ હસ્તે શ્રી પ્રવીણભાઈ ઠક્કરનાં શિક્ષક તરીકેનાં કર્મઠ જીવન નાં પ્રેરણાત્મક પ્રસંગોને સાંકળી “જીવન ગરિમાનાં સંવાહક” ગ્નંથ નું વિમોચન કરાયું.ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ સમારોહ માં શ્રી દેવચંદભાઈ સાવલીયા એ સહુનુ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બીજા સત્રમાં ” આપણો સમાજ ધર્મ” વિષયે શ્રી ડો.હીમાંશુભાઈ મહેતા તથા શ્રી રવિન્દ્રસિંહ સરવૈયાએ સામાજિક અનુબંધ વિષયે પોતાના વિચારો વ્યકત કર્યા હતાં.શિશુવિહાર સંસ્થાનાં નિમંત્રણ થી યોજાયેલ સમારોહમાં ભાવનગર શહેર નાં ગરીબ વિધાર્થીઓ માટે ની જીવન શિક્ષણ તાલીમનાં સહાય કર્તા શ્રી હિમેશભાઈ ત્રિવેદીનું વિશેષ અભિવાદન સંસ્થા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેનાં વરદ હસ્તે થયું. ઉપરાંત વિશ્વ વાત્સલ્ય અને ડ્રોપ સંસ્થાનાં 70 વિધાર્થીઓને સ્કુલ કીટ નું વિતરણ કરવામાં આવ્યુ.પ્રાધ્યાપક ડૉ. છાયાબહેન પારેખનાં સંકલન હેઠળ યોજાયેલ સમારોહમાં ભોજન ઇત્યાદિ સુવિધા સંસ્થાનાં કાર્યકરો શ્રી અનિલભાઈ બોરીચા , શ્રી હિનાબહેન ભટ્ટ , શ્રી રાજુભાઈ મકવાણા , શ્રી રશ્મિકાંતભાઈ સાકરવાડીયા , શ્રી કમલેશભાઈ વેગડ તથા પોપટભાઈ વેગડ એ પુરી પાડી હતી

Follow Me:

Related Posts