ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે સચિવ શિક્ષણવીંદ ગિજુભાઈ ભરાડ સાહિત્ય કાર સાંઈરામ દેવ સહિતના મહાનુભવો ની ઉપસ્થિતિમાં તાલીમ શિબિર સંપન્ન

ભાવનગર શિશુવિહાર ખાતે સચિવ  શિક્ષણવીંદ ગિજુભાઈ ભરાડ સાહિત્ય કાર સાંઈરામ દેવ સહિત ના મહાનુભવો ની  ઉપસ્થિતિ માં તાલીમ શિબિર સંપન્નસ્વરાજયનાં અમૃત મહોત્સવે ભારત સરકારે અમલી કરેલ શિક્ષણ નીતિમાં જે કૌશલ્ય વર્ધનનો ભાગ છે તે દિશામાં ભાવનગર થી શિશુવિહાર સંસ્થા વર્ષ ૧૯૩૯ થી કાર્યરત છે.સ્વરાજની શાળા તરીકે સ્થપાયેલ શિશુવિહાર સંસ્થા પરિસરમાં જીવન શિક્ષણ , અનુભવ તાલીમ વર્ગ , જાગ્રત વાલી , સ્કાઉટ – ગાઈડ અને આપત્તિ નિવારણ પ્રકારે વિવિધ અ-વૈઘિક તાલીમ સાથે પ્રતિવર્ષ ૬ લાખથી વધું નાગરિકો જોડાય છે.પરમ આદરણીય મુરારીબાપુ જેમને પશ્ચિમ ભારતનાં અ – વૈઘિક તાલીમ કેન્દ્ર તરીકે નવાજે છે. તેવા સેવા અને શિક્ષણનાં તીર્થ સ્થાનની સૌજન્ય મુલાકાતે ગુજરાત રાજયની શિક્ષણનીતિનાં પુરસ્કરતા ઓ પધાર્યા હતાં.જી. સી. ઇ. આર. ટી. નાં પુર્વ નિયામક ડૉ. નલિનભાઈ પંડિત ની અગવાઇ સાથે રાજયભર માંથી એકત્ર થયેલ શિક્ષણવિદોએ શિશુવિહાર થી પ્રારંભાએલ માનવીય સંવેદના સભર તાલીમને પ્રત્યક્ષ રીતે નિહાળી હતી. રાજકોટ થી ડૉ. ભરાડ તથા સાંઈરામ તેમજ ગાંધીનગર થી શિક્ષણ વિભાગનાં સચિવશ્રીઓએ સંસ્થા તાલીમ થી પ્રભાવિત થયા હતા.આ પ્રસંગે સ્વરાજનાં ૭૫ માં વર્ષે અમલી કરાયેલ અને અંગ્રેજ સમય થી ચાલી આવતી શિક્ષણ પ્રણાલીને છોડી દેવાથી આવનાર સારા પરિણામો પ્રત્યે સુ:ખદ આશા વ્યકત કરાઈ હતી.

Related Posts