ભાવનગર શિશુવિહાર ખાતે ૧૦ મી તાલીમ “બાલ વંદના” શરૂ કરાઇભાવનગર શિશુવિહાર ખાતે ૧૦ મી તાલીમ “બાલ વંદના” શરૂ કરાઇ
ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવા માટે શહેરની ૩૧૬ આંગણવાડી સાથે વર્ષ ૨૦૧૨ થી કાર્યરત શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ..૧૦ મી તાલીમ..”બાલવંદના ” તા ૨ માર્ચ થી શરૂ કરવામાં આવીછે.. આ પ્રસંગે બીજા દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી શિશિરભાઈ ત્રિવેદી , શાસનાઅધિકારી શ્રી યોગેશભાઈ ભટ્ટ તથા પ્રા.ડૉ રક્ષાબહેન દવે પધાર્યા હતા.. તથા તાલીમાર્થી બહેનો ને માર્ગદર્શન આપ્યું હતું.. સવિશેષ પ્રા ડૉ.રક્ષાબહેન દવેએ બહેનોને બાળવયે મૂલ્ય શિક્ષણ ની અગત્યતા વિશે વાર્તા તથા અભિનય થી મર્માં સ્પર્શ વિચારો ઉપસ્થિત ૬૦ બહેનો ને આપ્યા હતા ….. કાર્યક્રમના પ્રારંભે શ્રી નિર્મોહી બેન ભટ્ટ એ સૌનું સ્વાગત કર્યું હતું ..તથા સંસ્થાના કાર્યકરોએ ઉપસ્થિત મહાનુભાવો નું અભિવાદન કર્યું હતું
Recent Comments