ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૪૩ મી બેઠક મળી

ભાવનગર શિશુવિહાર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા માં ડૉ. પથિક પરમાર ના  સંચાલન માં બેઠક ૨૧૪૩  મળી હતી.. બુધસભા ના ગઝલકાર શ્રી જીતુ ત્રિવેદી દ્વારા કાવ્ય સર્જનલક્ષી  રચનાઓ ની સામગ્રી સહિત બુધસભા ના  દિવંગત કવિશ્રી “જટિલ વ્યાસ” ને તેમના અવતરણ દિવસે યાદ કરતા કવિ શબ્દ દેહે જીવંત છે. તેમને શબ્દસહ અંજલિ અર્પણ  કરવામાં આવી આવસૌ કવિ મિત્રો દ્વારા તેમની રચનાઓ ની પ્રસ્તુતિ થઇ, શ્રી મધુકર ઉપાધ્યાય, શ્રી નટવરભાઈ વ્યાસ, ડૉ. મનસુખભાઇ ગાયજન  શ્રી પ્રવીણભાઈ  સરવૈયા શ્રી દાન વાઘેલા, ડૉ.  નટુભાઈ પંડ્યા, શ્રી જયેશભાઇ ભટ્ટ, સહીત ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.  ભાષા સાહિત્ય ના ઉત્સાહીઓ એ તથા કવિ મિત્રો એ લાભ લીધો હતો

Related Posts