fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે ૪૩૨ અને ૪૩૩ માં નેત્રયજ્ઞ માં ૧૬૫ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી 

ભાવનગર શિશિવહાર ખાતે ૧૬૫ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી મુંબઈ સ્થિત નીલકમલ ફાઉન્ડેશન ટ્રસ્ટ  સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં  ૪૩૨મો નેત્રયજ્ઞ યોજાય ગયો. તેમજ  શ્રી ચંદ્રશંકર અમૃતલાલ દવેનાં સૌજન્યથી  ૪૩૩ મો નેત્રયજ્ઞ તારીખ.૨૫ ફેબ્રુઆરીએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં  ૧૬૫ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શુભમ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. શ્રીમતી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે   ૨૦ દર્દીઓને ૧૮ એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.આ પ્રસંગે શ્રી ચંદ્રશંકર અમૃતલાલ દવેનાં સૌજન્ય થી ૪૩૩માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૨૯ દર્દી અને ૨૫ એટેડનને તા.૨૮ ફેબ્રુઆરીનાં રોજ વીરનગર લઇ જવામાં આવશે..દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Follow Me:

Related Posts