ભાવનગર

ભાવનગર શિશુવિહાર દ્વારા ૧૯૬૮ થી અવિરત ચાલતા ૪૩૪ અને ૪૩૫ મો નેત્રયજ્ઞ ૧૩૬ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર સ્થિત શ્રી ગીતાબહેન હરેશભાઈ ડેલીવાલાનાં સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં  ૪૩૪મો નેત્રયજ્ઞ યોજાય ગયો. તેમજ  શ્રી હિંમતલાલ ઠક્કર (દિલ્હી)નાં  સૌજન્યથી  ૪૩૫ મો નેત્રયજ્ઞ તારીખ.૨૫ માર્ચએ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૩૬ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. પટેલ સાહેબ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. શ્રીમતી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે   ૨૧ દર્દીઓને ૧૨ એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.આ પ્રસંગે શ્રી ગીતાબહેન હરેશભાઈ  ડેલીવાલાનાં સૌજન્ય થી ૪૩૪માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૨૧ દર્દી અને ૧૮ એટેડનને તા.૨૮ માર્ચનાં રોજ વીરનગર લઇ જવામાં આવશે..દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Related Posts