ભાવનગર શિશુવિહાર દ્વારા વાધ બકરી ફાઉન્ડેશનના સજયોગથી પ્રાથમિક શાળામાં આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ)નાં વિશેષ સહયોગ થી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શ્રી અંબિકા પ્રાથમિક શાળા નં.7 માં 120 જરૂરિયાતમંદ વિધાર્થીઓની આંખ તપાસ, આરોગ્ય તપાસ તથા લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાત મુજબ દવા તથા બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામા આવેલ. આ શિબિરમાં ડૉક્ટર શ્રી અરવિંદભાઈ ત્રિવેદી , ટેકનીશ્યન શ્રી અંકિતાબહેન ભટ્ટ અને શ્રી રેખાબહેન ભટ્ટએ સેવા આપેલ….શાળાનાં આચાર્ય શ્રી ગીતાબહેન રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ.
Recent Comments