ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી
ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ શિશુવિહાર બુધસભા ની ૨૨૮૭ મી બેઠક તા.૧૫/૦૫/૨૪ બુધવારના રોજ ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમા મળી. જેમાં સર્જનની પૂર્વ ક્ષણોમાં સંવાદ અંતર્ગત ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ. વિનોદ જોશી દ્વારા પોતાના સર્જન અને અનુભવ વિશે રસપ્રદ વાતો વિવિધ પ્રશ્નોના જવાબ આપી કરવામાં આવી .આ દિવસે કવિયત્રી પરિમલાબેન રાવલનું સન્માન કરવામાં આવ્યુ. રચનાઓનું પઠન કરવામાં આવ્યું હતું. ૪૫ ભાવકો અને સાહિત્યપ્રેમીઓ આજની બુધસભામાં હાજર રહ્યા હતા.
Recent Comments