ભાવનગર વર્ષ ૧૯૯૮ થી ૨૦૧૩ તેમ ૧૫ વર્ષ સુધી ક્રીડાંગણ અને સ્કાઉટ તાલીમમાં સંનિષ્ઠ વિદ્યાર્થી તરીકે સક્રીય રહેનાર શ્રી ગૌરવભાઈ રાઠોડે M.Com. અને M.Phil. સુધી શિક્ષણ મેળવી વર્ષ ૨૦૧૨માં યુવા રોટેરિયન તરીકે જોડાઈ સતત બે ટર્મ સુધી રોટરેટ પ્રેસિડન્ટ તરીકે સેવાર્થી રહ્યા એટલું જ નહીં, પણ પોતાના વિદ્યાર્થીકાળની તાલીમોનો વૈવિધ્યપૂર્ણ ઉપયોગ કરતા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં બેસ્ટ સર્વિસ ડિરેકટર તરીકેનું સન્માન મેળવ્યું. સાહસિક પ્રવાસો માટે તત્પર શ્રી ગૌરવભાઈએ દાર્જિલિંગ થી નેપાળ સુધી ૪૦૦૦ કિલોમીટરનો મોટરબાઈક પ્રવાસ કરી શાળાના પ૦ હજાર બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કર્યા છે. એટલું જ નહીં, પણ વર્ષ ૨૦૧૯-૨૦માં રોટરી ક્લબ દ્વારા વાંકેશનલ એવોર્ડથી નવાજિશ થયા છે.એક સ્કાઉટ તાલીમાર્થી તરીકે રોજ એક ભલુ કાર્ય કરવાની દીક્ષા પામેલ રોટેરિયન ગૌરવ રાઠોડ દ્વારા ભારતનાં ૧૭ રાજ્યોનાં ૮૦ શહેરોમાં ૭૦૦૦ કિલોમીટરનો મોટરબાઇક પ્રવાસ ખેડી શહિદ સ્મારક માટે રૂ.પ૦ લાખનું અનુદાન એકત્ર કરાતા વર્ષ ૨૦૨૦માં ભારતનાં રક્ષામંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિશિષ્ટ અભિવાદન કર્યુ છે.પૉલ હેરિસ ફેલો એવોર્ડ, ઈજિંગ રોટેરિયન ઑફ ઈયર પ્રકારના અનેક સન્માનોથી નવાજિશ શિશુવિહાર સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦માં સહુથી નાની વયે અનેકવિધ સામાજિક કામો માટે અગ્રેસર રહેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જે સંસ્થા પરિવાર માટે આનંદદાઈ બને છે. શ્રી ગૌરવભાઈનું “મહાશ્વેતાબહેન ત્રિપાઠી સન્માન પ્રેરણાદાઇ રહેશે.
ભાવનગર શિશુવિહાર નું ગૌરવ ગૌરવભાઈ રાઠોડ ૧૭ રાજ્યો ના ૮૦ શહેરો નો ૭૦૦૦ કિમિ નો મોટરસાયકલ પ્રવાસ કરી શહીદ સ્મારક માટે ૫૦ એકત્રિત કર્યા

Recent Comments