ભાવનગર

ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૧૪૦ મી બેઠક યોજાઈ

ડો. પથિક ભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ અને સંચાલન માં કાવ્ય આસ્વાદ અંતર્ગત  કવયિત્રી જયશ્રી બા ગોહિલ દ્વારા  કવિશ્રી ‘અનિલ ચાવડા ‘ ના કાવ્ય નો આસ્વાદ થયો.બુધસભા ના વરિષ્ઠ દિવંગત કવિશ્રી પરાજિતભાઈ ડાભી ને તેમના અતરણ દિવસ અને પુણ્ય તિથિ એ તેમની રચના દ્વારા  કાવ્યાંજલિ અર્પી  ‘શબ્દદેહે’ જીવંત કવિ ને  અંજલિ આપી હતી. સૌ કવિ દ્વારા તેમની  રચના ઓનુ પઠન થયું. સૌ ની  રચનાઓ વિશેષ રહી..સૌ કવિ મિત્રો, ભાવકો એ  કાવ્ય  પાઠ પ્રસ્તુતિ નો રસાસ્વાદ,કાવ્ય  આસ્વાદ  માણ્યો… બુધસભા એ વિરામ લીધો હતો 

Related Posts