ભાવનગર

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં ઓર્થોપેડિક સારવાર કેમ્પ યોજાશે

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં ઓર્થોપેડિક સારવાર કેમ્પ યોજાશેશિશુવિહાર સંસ્થા સંચાલિત ફિઝિયોથેરાપીના સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ ૧૫ ને સોમવારે સવારે ૯ થી ૧૨  હાડકા અને મસલ્સના દર્દીઓની ફરિયાદ અંગે શિબીર યોજાશે. ભાવનગરના જાણીતા એમ.એસ. ઓર્થો. ડોક્ટર પ્રશાંત વ્હોરા ના માર્ગદર્શન હેઠળ શેઠ પરિવાર ફિજીયોથેરાપી સેન્ટરના  ડોક્ટર ભાવિકાબેન હરિયાણી તથા ડોક્ટર જાનવીબેન તેજાણી જરૂરિયાત મંદ દર્દીઓને નિષ્ણાત સારવાર આપશે. શ્રી સહજાનંદ કોલેજ ઓફ ફિજીયોથેરાપી સેન્ટરના સહયોગથી યોજાનાર શિબિર માં ભાગ લેવા માંગતા દર્દીઓએ પોતાના નામ શિશુવિહાર કાર્યાલયમાં સવેળા નોંધાવી દેવા વિનંતી..

Related Posts