ભાવનગર શિશુ વિહાર બાલ ભવન નુ ગૌરવ બાલ સન્માન હર્ષ યોગેન્દ્ર વેદાણી ને રાષ્ટ્રીય બાલ સન્માન (પ્રેસિડેન્ટ એવોર્ડ) એનાયત
ભાવનગર શિશુ વિહાર બાલ ભવન નુ ગૌરવ બાલ સન્માન હર્ષ યોગેન્દ્ર વેદાણી ને રાષ્ટ્રીય બાલશ્રી સન્માન (પ્રેસિડેન્ટ એવોર્ડ) એનાયતભારત સરકાર દ્વારા આયોજિત ભારત માં વિવિધ કલામાં નિપુણતા ધરાવતા બાલ કલાકારોની કલાને સન્માન મળે તે હેતુથી આ રાષ્ટ્રીય બાલશ્રી સન્માન (પ્રેસિડેન્ટ એવોર્ડ) એનાયત કરવામાં આવે છે .હર્ષ યોગેન્દ્ર વેદાણી એ ચૌદ વર્ષ ની વયે શિશુ વિહાર બાલ ભવન ભાવનગર માથી સર્જનાત્મક કલા (સ્કલપચર) વિભાગમાં ભાગ લઈ વિજેતા બની રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય બાલશ્રી સન્માન માટે હકદાર બની સન્માન મેળવ્યું છે જે ગૌરવ લેવા જેવુ છે .આ બાલ સન્માન શિશુવિહાર ના હર્ષ ને પ્રાપ્ય થયેલ સર્જનાત્મક કલા (સ્કલ્પચર) વિભાગમા આ રાષ્ટ્રીય બાલશ્રી એવોર્ડ સંજોગો વસાત દિલ્લી મુકામે આ પ્રોગ્રામ થઇ શકેલ નથી . આ બાલશ્રી સન્માન રાષ્ટ્રપતિ ના વરદ હસ્તે બાલ કલાકારને પ્રાપ્ત થતો હોય છે બાળ કલાકાર માટે આ વિશેષ સન્માન છે મેળવતા હર્ષ વેદાણી એ રાષ્ટ્રીય સ્તરે ભાવનગર શિશુવિહાર ને ગૌરવ અપાવેલ છે
Recent Comments