ભાવનગર સબ જેલમાં શનિવારે રાત્રે જુનાગઢ ના કેદોઓ અને પોલીસ સ્ટાફ વચ્ચે મારામારી સર્જાતાં ઘવાયેલ કેદોઓને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં જુનાગઢ જેલના પાકાં કામના કેદીઓ જેમાં નિહાલ ગુલામ અબ્બાસ ભૂરાણી, નિશાદ નિહાલ ભૂરાણી, ઝહિર વજીર ભૂરાણી તથા નવશાદ ગુલાબ અબ્બાસ ભુરાણી આઈપીસી કલમ 302ની કલમ હેઠળ સજા કાપવા ભાવનગર સબ જેલમાં લાવવામાં આવ્યા હતા. જયાં જેલ સત્તાવાળા સ્ટાફ દ્વારા જેલની શિસ્તનું કડકપણે પાલન કરવા કેદીઓને જણાવતાં પ્રથમ સ્ટાફ-કેદીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો મારામારી માં પરિણમતા કેદીઓએ સ્ટાફને માર માર્યો હતો અને સામા પક્ષે સ્ટાફ દ્વારા પણ કેદીઓને ઠમઠોર્યા હતાં આથી ઈજાગ્રસ્ત પોલીસ જવાનો તથા કેદીઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કેદીઓના પરિવારે જેલ સ્ટાફ વિરુદ્ધ એવો આક્ષેપ કર્યો હતો કે નવા કેદીઓ પર ધાક બેસાડવા અને જેલમાં પાન-માવા સહિતની વસ્તુઓના ધંધા માટે દબાણ કરાતાં કેદીઓએ અધિકારીઓને કાયદામાં રહેવા જણાવતાં ઉશ્કેરાયેલા સ્ટાફે કેદીઓને બેફામ માર માર્યો હતો. આ અંગે પરિજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ભાવનગર જિલ્લા જેલના ઈન્ચાર્જ બી.સી સોલંકીએ જુનાગઢના 4 કેદીઓ વિરુદ્ધ ગેરશિસ્ત અને ફરજમાં રૂકાવટ હુમલો વગેરે કલમ હેઠળ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવત! પોલીસે તપાસ હાથ ધરી છે.
Recent Comments