ભાવનગર સાંસદ ખેલ મહોત્સવ પ્રારંભ
દેશમાં એક એક વ્યક્તિ અને વિદ્યાર્થીમાં વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાનની નેમકેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભભાવનગર ગુરુવાર તા.૧૯-૧૦-૨૦૨૩ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે સાંસદ શ્રી ભારતીબેન શિયાળે ભાવનગરમાં જણાવ્યું કે, દેશમાં એક એક વ્યક્તિ અને વિદ્યાર્થીમાં વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન સાથે આપણાં ખેલ મહોત્સવનું આયોજન થયું છે.
ભાવનગરમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ સિદસર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ ખેલ મહોત્સવનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે.ભાવનગર બોટાદ સંસદીય બેઠકમાં ભાવનગર શહેર સાથે તમામ તાલુકા વિસ્તારના કેન્દ્રો પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ માર્ગદર્શન સાથે આજથી સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં ૨૨૦૦૦ જેટલાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
સાંસદ શ્રી ભારતીબેન શિયાળે દેશમાં એક એક વ્યક્તિ અને વિદ્યાર્થીમાં વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન સાથે આપણાં ખેલ મહોત્સવનું આયોજન થયું છે તેમ જણાવી રાષ્ટ્ર એક પછી એક વૈશ્વિક સિદ્ધિઓ મેળવી રહ્યાનો આનંદ વ્યક્ત કરી સૌ ખેલાડીઓને શુભકામના પાઠવી.
ભાવનગરમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ સિદસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણે રમત ગમતના પાઠ સાથે જ જીવનમાં ખેલદિલીના ગુણ વિકસે છે, તેમ જણાવી વડાપ્રધાન શ્રી દ્વારા શક્તિ કેન્દ્રો તેમજ અન્ય નાગરિકો ખેલાડીઓ માટેના આયોજનને બિરદાવ્યું.
આ પ્રારંભ કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રી કમલેશભાઈ ઉલ્વા, શ્રી હાર્દિકભાઈ વાઘેલા, શ્રી ધીરુભાઈ ધામેલિયા સાથે રમત ગમત અધિકારી શ્રી નરેશભાઈ ગોહિલ, શ્રી વિપુલભાઈ કાછડિયા સહિત કાર્યકર્તાઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
ભાવનગર અને બોટાદ વિસ્તારના વિવિધ કેન્દ્રો પર શક્તિ કેન્દ્ર સ્પર્ધા સાથે વિભાગવાર ખેલાડીઓ તબક્કાવાર વ્યક્તિગત અને જૂથ સાથે આ રમતોત્સવમાં દોડ, કબડ્ડી, રસ્સા ખેંચ, લાંબી કૂદ, ગોળા ફેંક, ખોખો, વોલીબોલ, સંગીત ખુરશી, સિક્કા શોધ જેવી રમતોમાં ઉત્સાહ ભેર સૌ ભાગ લઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પ્રેરિત આ આયોજનમાં ભાવનગર જિલ્લામાં તાલુકાની વિગતો મુજબ ભુંભલી ભાવનગર, સોનગઢ સિહોર, વલભીપુર, વાળુકડ ઘોઘા, મહુવા, સુરનગર ગારિયાધાર, વાળુકડ પાલિતાણા, ઉમરાળા, દિહોર તળાજા તથા જેસર ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયેલ છે. બોટાદ જિલ્લામાં તાલુકાની વિગતો મુજબ બોટાદ, ગઢડા, બરવાળા તથા રાણપુર ખાતે સૌ જોડાયેલ છે, તેમ પ્રચાર પ્રવક્તા શ્રી કિશોર ભટ્ટ તથા સહ સંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.
Recent Comments