ભાવનગર સેવા નો પર્યાય શિશુવિહાર ખાતે ૪૨૧ મો નેત્રયજ્ઞ સંપન્ન
શિશુવિહાર પ્રાંગણમાં સ્વ. શ્રી ચીમનલાલ બી.પારેખની સ્મૃતિ માં ૪૨૧- મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો. શ્રી રાજીવભાઈ તથા ફાલ્ગુનીબેન પારેખના સૌજન્ય થી યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧૫૭ દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ ૪૨૧- મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વશ્રી રજનીકાંત જ્યંતી લાલ ભટ્ટની સ્મૃતિમાં શ્રી જ્યોતિબહેન ભટ્ટના સહયોગથી યોજાએલ. આ બંને શિબિરોના ૧૫૭ દર્દીઓને સવારે ચા-નાસ્તો , બપોરે શ્રી મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલાના સહયોગથી બનાવેલ અન્નપૂર્ણા ભોજનાલય માં ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે જરૂરીયાત મંદ ૩૨ દર્દી તથા તેમના ૩૦ સગા-સબંધીઓ ને ખાસ વાહન માં વિરનગર લઇ જવામાં આવેલ દર્દી નારાયણ માં ગુરુ વંદના કરતા શિશુવિહારના કાર્યકરોની અનંન્ય સેવાથી વર્ષ ૧૯૬૮ થી અવિરત રીતે ચાલતી નેત્રયજ્ઞ સેવામાં દિવ્યજીવન ના સ્વયં સેવક શ્રી નવીનભાઈ પટ્ટણી શ્રી યોગેન્દ્રભાઈ શાહ તથા હેમાલિબહેન ભટ્ટ એ સંસ્થા કાર્યકરો સાથે સેવા આપી હતી.
Recent Comments