સાવરકુંડલા નગરપાલિકા નવનિર્મિત સેવા સદનનાં નામકરણમાં, ઘણાં રાજકીય પોતાને સાવરકુંડલાના ભાગ્ય વિધાતા માની બેઠેલા હતા.અગાઉ સત્તાપક્ષે બેઠેલી બોડીએ નગર સેવા સદનનું નામ કરણ, પૂ. જોગીદાસ ખુમાણ નગર સેવા સદન રાખવું એવો સર્વાનુમતે ઠરાવ પણ થઈ ગયેલ, છતાં ” વાણી ” ની ચાપલૂસી, કેટલીય પેઢીઓથી કરતા આવેલા અને પોતાની ઉપર હમદર્દી રાખી, પોતાનાં આખા પરિવારને કાયમી રોટલો જેણે બાંધી દીધો એવા લોકોએ તેના ઋણનાં બોજમાં આવી જઈ, નવો ઠરાવ કરાવ્યો અને વ્યક્તિ જીવિત હોય અને તેના નામનું નામકરણ કરી, પાછું એના જ હાથે ઉદઘાટન કરવામાં આવેલ… નવીનચંદ્ર રવાણી સેવા સદન, નામકરણ કરવામાં આવ્યું. આ ફેરફાર કાઠી સમાજને કોઈ કાળે પચે એમ ન હતો.
કેતન ખુમાણ કે જે એનએસયુઆઈનાં પ્રદેશ કક્ષાના મહામંત્રી અને તરવૈયો તોખાર છે તેણે નગરપાલિકાને અલટીમેટમ આપી દેતાં સત્તાધીશો દોડતા થઈ ગયેલા. અંતે લગાડેલું નામ દૂર કરવામાં આવ્યું.અને આ નગરપાલિકા સદનનું પૂ જોગીદાસ બાપુના નામે નામકરણ થયું. હવે બીજો ઠરાવ પૂ. જોગીદાસ બાપુની પૂર્ણ કદની પ્રતિમા નગરપાલિકાનાં ગ્રાઉન્ડમાં મુકવી એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ, હવે કરુણતા એ છે કે, પ્રતિમા પણ આવી ગઈ. તેના ફરતે ગાર્ડન અને ગ્રિલ ફીટ કરવાનું કામ છેલ્લા બે વરસથી ગોકળ ગાયની ગતિએ ચાલે છે અને છેલ્લા બે વરસથી પૂ બાપુ જોગીદાસ ખુમાણને જાણે કેદ કર્યા હોય તેવું દૃશ્ય ઊભું થયું છે. સ્ટેચ્યુંને ફરતું કપડાથી ઢાંકીને ફરતે દોરડાંથી ભરડો લીધો છે, એટલે જાણે બાપુને કેદ કર્યા હોય તેવું લાગે છે.
આ બાબતે કુંડલા સ્ટેટ ખુમાણ પરિવારનાં અગ્રણી પ્રતાપભાઇ ખુમાણ દ્વારા, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનાં અધ્યક્ષ મુન્નાભાઈ વિંછીયા રબારિકાને જાણ કરતા, તેઓએ સત્તાધીશોને જાહેર અલટીમેટમ આપી જણાવ્યું હતુ કે, એપ્રિલ મહિનાનાં એન્ડ સુધીમાં સ્ટેચ્યુનું કામ પૂર્ણ કરી અમને સોંપવું. જો એમ કરવામાં નિષ્ફળ જશે તો પ્રમુખ અને ઉપપ્રમુખનાં ઘરને ઘેરાવ સહિતનાં આંદોલિત કાર્યક્રમો થશે. જેનો ગંભીર નોંધ લેવી.
Recent Comments