ભાવનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ નેશનલ ગેમ્સ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નેટબોલ ટુર્નામેન્ટનો પુરુષ વર્ગનો પહેલો મેચ ગુજરાત અને હરિયાણાની ટીમ વચ્ચે રમાયો હતો
નેટબોલની હરિયાણાની ટીમના કેપ્ટન યશસ્વી કૌશિકે જણાવ્યું હતું કે ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ ગેમ્સ જેવો માહોલ છે ઘણા લાંબા સમય બાદ નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે આથી ટીમમાં નવા ખેલાડીઓ છે આમ, નવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ભાવનગરવાસીઓને મેચ જોવા આવવા અપીલ કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં સરસ આયોજન કરવામાં આવ્યું છે તેમને દરેક સુવિધા ખૂબ જ સારી મળી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે બાદ નેટ બોલ ટુર્નામેન્ટની પ્રથમ રોમાંચક મેચમાં હરિયાણાની ટીમને વિજય પ્રાપ્ત થયો હતો
Recent Comments