fbpx
ભાવનગર

ભાવનગર ૮.માર્ચ મહિલા દિન પ્રસંગે બાળ શિક્ષકોનું અભિવાદન 

ભાવનગર  પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ  સુદઢ બનાવવા માટે શહેરની 316 આંગણવાડી સાથે  વર્ષ ૨૦૧૨  થી કાર્યરત શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ..૧૦ માં વર્ષે તાલીમ.. “બાલવંદના ” તા ૨  માર્ચ થી  શરૂ કરવામાં આવી.. આ પ્રસંગે  તાલીમનાં છઠ્ઠા અને અંતિમ દિવસે  ૩૬૦ આંગણવાડી કાર્યકરોની તાલીમનાં સમાપન દિવસે શિશુવિહાર સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે , ભાવનગરનાં બાળ કેળવણીકાર શ્રી ઇન્દાબહેન ભટ્ટ તેમજ આઈ. સી.ડી. એસ પ્રોગ્રામ ઓફીસર શ્રી સાવિત્રીબહેન નાથજી દવારા શહેર થી ૩૧૬ આંગણવાડીનાં શિક્ષકોને જીવન શિક્ષણ ની  તથા ક્રાફટ તાલીમ આપનાર શ્રી ઉષાબહેન રાઠોડ તેમજ પ્રીતિબહેન ભટ્ટ શાંતિપ્રિય રમતો, બાળ અભિનય ગીતો અને પ્રાર્થનાની તાલીમ આપનાર અંકિતાબહેન ભટ્ટ , મનીષાબહેન કણબી તથા મંદાબહેન ભટ્ટ તથા સંગીત શિક્ષક શ્રી કમલાબહેન બોરીચાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ.

મહિલા દિન પ્રસંગે શિશુવિહાર સંસ્થાએ નગર પાલિકાનાં પી. ઓ.શ્રી દીપ્તિબહેન વાગોણા તેમજ આઈ. સી. ડી. એસ. વિભાગ દવારા શ્રી હિનાબહેન ભટ્ટનું બાળ તાલીમનાં સંકલન કર્તા તરીકે વિશેષ અભિવાદન કર્યું હતું.શહેરની ૩૧૬  આંગણવાડી માટેના.કાર્યક્રમના પ્રારંભે શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડો નાનકભાઈ  ભટ્ટ એ સૌને આવકાર આપ્યો તથા કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.  જીલ્લાનાં વરિષ્ઠ પત્રકારશ્રી મુકેશભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં બહેનોની બાળ ઉછેરની પ્રવૃત્તિને બિરદાવામા આવી હત તથા શિક્ષકોએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતાં…સંસ્થા કાર્યકરો અને આંગણવાડી સુપરવાઇઝર એ ઉપસ્થિત તજજ્ઞોનું અભિવાદન કર્યું હતું

Follow Me:

Related Posts