ભાવ આસમાને:રાજુલા પંથકમાં કોરોના કાળમાં નાળિયેર અને લીંબુની માંગ વધતા ભાવમાં ધરખમ વધારો
રાજુલામાં કોરોના મહામારીની વચ્ચે નાળિયેર અને લીંબુની માંગમાં વધારો થયો છે. જેના કારણે બંનેના ભાવમાં ધરખમ વધારો થયો છે. થોડા સમય પહેલા રૂપિયા 20માં મળતા નાળિયેર રૂપિયા 70 અને રૂપિયા 25માં મળતા લીંબુ અત્યારે રૂપિયા 100માં વેચાઈ રહ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. જેના કારણે રાજુલા પંથકમાં લીલા નાળિયેર અને લીંબુની માંગ વધી છે. અહીં વધુ ભાવ દેવા છતાં પણ લોકોને નાળિયેર અને લીંબુ મળતા નથી. રાજુલામાં નાળિયરના વેપારી ભીખુભાઇએ જણાવ્યું હતું કે શહેરમાં ત્રણ પ્રકારના નાળિયેરની આવક થઈ રહી છે. અહીં પહેલા રૂપિયા 20માં કોડીનાર વિસ્તારમાંથી નાળિયેર આવતા હતા. જેનું રૂપિયા 50માં વેંચાણ થતું હતું. પણ હવે કોરોના કાળમાં રૂપિયા 50માં ચોરવાડ પંથકમાંથી નાળિયેર લાવવા પડે છે. જેનું અત્યારે રૂપિયા 70માં વેંચાણ થાય છે.
રાજુલામાં બે દિવસમાં એક ટ્રક નાળિયેરનું વેંચાણ થઈ જાય છે. કોરોના કેસ વધતા નાળિયેરની માંગ વધી છે. અહીં વધુ ભાવ દેવા છતાં પણ લોકોને નાળિયેર મળતા નથી. બીજી તરફ લીલા લીંબુનો ભાવ પણ સાતમા આસમાને પહોંચી ગયો છે. કોરોનામાં ખૂબ જ ઉપયોગી લીંબુ રૂપિયા 25ની જગ્યાએ રૂપિયા 100માં પ્રતિ કિલ્લો વેંચાઈ રહ્યા છે.
Recent Comments