રાષ્ટ્રીય

ભાષા વિવાદ વચ્ચે, તમિલનાડુની સ્ટાલિન સરકારે એક મોટો ર્નિણય લીધો

સ્ટાલિન સરકારે બજેટ દરમિયાન, સરકારે ‘ ‘ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘??‘ ચિહ્ન મૂકયુ
ભાષા વિવાદ વચ્ચે તમિલનાડુની મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન ની આગેવાણીવાળી સરકારે ચલણ પ્રતીક ( ) પર મોટો ર્નિણય લીધો છે. બજેટ દરમિયાન, સરકારે ‘ ‘ ચિહ્નને હટાવીને તેના સ્થાને ‘ ‘ ચિહ્ન મૂક્યું છે. રૂપિયાનું ચિહ્ન સત્તાવાર રીતે સમગ્ર દેશમાં અપનાવવામાં આવે છે. હવે સ્ટાલિન સરકાર એક અલગ ચિહ્ન લઈને આવી છે. તેણે બજેટ દરમિયાન એક નવું ચિહ્ન પણ બહાર પાડ્યું છે. દેશભરમાં રૂપિયાનું નવું ચિહ્ન જાહેર થયા બાદ, તમિલનાડુ એવું પહેલું રાજ્ય છે જેણે અલગ ચિહ્ન જારી કર્યું છે.
ખૂબ મહત્વનું છે કે, સ્ટાલિન સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે હિન્દી ભાષાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં, એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘સમગ્ર દેશમાં હિન્દી ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસોને કારણે, પ્રાચીન ભાષાઓ લુપ્ત થઈ રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ ક્યારેય હિન્દીભાષી વિસ્તારો નહોતા. હવે તેમની મૂળ ભાષા ભૂતકાળનું પ્રતીક બની ગઈ છે.
તેમજ અન્ય રાજ્યોના લોકોને અપીલ કરતા એમકે સ્ટાલિને કહ્યું હતું કે, ‘અન્ય રાજ્યોમાં રહેતા મારા ભાઈઓ અને બહેનો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિન્દી ભાષાએ બીજી કેટલી ભાષાઓનો કબજાે કરી લીધો છે? મુંડારી, મારવાડી, કુરુખ, માલવી, છત્તીસગઢી, સંથાલી, કુરમાલી, ખોરથા, મૈથિલી, અવધી, ભોજપુરી, બ્રજ, કુમાઉની, ગઢવાલી, બુંદેલી અને બીજી ઘણી ભાષાઓ હવે તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે.
મુખ્યમંત્રી સ્ટાલિન ના આ ર્નિણય બાદ ભાજપે તમિલનાડુ સરકારના આ ર્નિણયની નિંદા કરી છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, ‘એમકે સ્ટાલિનની પાર્ટીના ભારતથી અલગ થવાનું વલણ બતાવે છે. ભાજપના નેતા નારાયણન તિરુપતિએ જણાવ્યું હતું કે રૂપિયાના ચિહ્નને વ્યાપકપણે ભારતના ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે.
તમિલનાડુ ભાજપના પ્રમુખ અન્નામલાઈએ રાજ્ય સરકારના આ ર્નિણયની ટીકા કરી છે. સાથે જ તેમણે સ્ટાલિન સરકારના આ ર્નિણયને મૂર્ખામીભર્યું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘એક તમિલિયન અને ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્રએ રૂપિયાનું પ્રતીક ડિઝાઇન કર્યું છે.‘

Follow Me:

Related Posts