ભા.જ.પ.ના શાસનમાં લાઠી બસ સ્ટેશનની પડી ગયેલ દિવાલ આસપાસ કચરાનો વિકાસ
વાદ નહિ વિવાદ નહિ,વિકાસ સિવાય વાત નહિ ની વાતો કરનારાઓને અમરેલી જીલ્લાનું તાલુકા મથક લાઠીમાં એસ.ટી.નિગમે બનાવેલ નવા બસ સ્ટેશનની એક દિવાલનો પડી ગયેલ એક ભાગની બાજુમાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા પથરાયેલાં હોવાને કારણે ગાયમાતા અહીંયા આવીને પ્લાસ્ટીક, પુઠા, વેફરની ખાલી કોથળીઓ,ઝબલા ખાતી જોવા મળે છે. એસ.ટી.નિગમના વિભાગીય નિયામક,ડેપો મેનેજર,સ્થાનિક સત્તાધીશો અને કહેવાતા આગેવાનો આ બસ સ્ટેશનની મુલાકાત લઈ પડી ગયેલ દીવાલ બાબતે યોગ્ય કરે નહીતો આટલા વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણને કારણે અને પડી ગયેલ દીવાલથી સુરક્ષાના પ્રશ્નો સાથે અને બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને કર્મચારીઓના આરોગ્ય ઉપર અસર પડશે તે જોવાની જવાબદારી સબંધિત અધિકારીઓ ત્વરિત આ બાબતે યોગ્ય કરે,અને એસ.ટી.નિગમના ઉચ્ચ અધિકારીઓ ઑફિસની બહાર નીકળી મુસાફરોના હિત માટે દરેક બસ સ્ટેશનોની મુલાકાત લઈ જે કાઈ પ્રશ્નો અને સમસ્યાઓ હોય તે સ્થળ પર યોગ્ય ઉકેલ લાવે એવી લોક માંગ ઉઠી છે વહેલામાં વહેલી તકે નિવારણ આવે તેવું લોકો નું કહેવું છે
Recent Comments