fbpx
રાષ્ટ્રીય

ભિંડ ખાતે જમીનમાં ધસી ગયું પ્લેન : પાયલોટ સુરક્ષિત

એરફોર્સના અહેવાલ પ્રમાણે વાયુસેનાના મિરાજ ૨૦૦૦ વિમાને ગુરૂવારે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ઉડાન ભરી હતી. ત્યાર બાદ વિમાનમાં ટેક્નિકલ ખરાબી જણાતા પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિમાન ભિંડ ખાતે ક્રેશ થયું હતું. દુર્ઘટનાનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ એરફોર્સે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે. :

જાણવા મળ્યા મુજબ વિમાનમાં માત્ર એક જ પાયલોટ હતો અને તે પોતાની જાતને ઈજેક્ટ કરવામાં સફળ રહ્યો હતો. મધ્ય પ્રદેશના ભિંડ ખાતે ગુરૂવારે એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન ભિંડના મન કા બાગ વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે. આ વિમાન જમીનની અંદર ધસી ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં પાયલોટ લેફ્ટિનેન્ટ અભિલાષ સુરક્ષિત છે.

Follow Me:

Related Posts