ભિલોડાના ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટમોઢું અને હાથ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં લૂંટ ચલાવી
ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટની ઘટના સામે આવી છે. પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. ઘરમાંથી સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ કરાઈ, જાેકે, ધારાસભ્યની પત્નીને કોઇ ઇજા પહોંચી નથી. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પી સી બરંડા ગાંધીનગરથી વતન પહોંચ્યા હતા. ધારાસભ્ય પીસી બરંડાના ભિલોડાના વાકાટીંબા ગામના ઘરમાં લૂંટની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતા જ અરવલ્લી એસપી સહિત જિલ્લાનો મોટો પોલીસ કાફલો પહોંચ્યો છે.
ચોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે. જાેકે, ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પૂર્વ જીઁ અને ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાને હડકંપ મચાવી દીધો છે. કારણ કે, ધારાસભ્યનું ઘર પણ હવે સલામત નથી તેવા સવાલો ઉઠ્યા છે. હાલ લૂંટની ઘટનાનું પગેરુ મેળવવા અરવલ્લીની પોલીસ કામે લાગી છે. ભિલોડાના ધારાસભ્યના ઘરમાં લૂંટ મામલે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ ચાલી રહી છે. અરવલ્લી પોલીસ ડુંગરપૂર તરફ જવા રવાના થઈ છે. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરુ કરાઈ છે. બે બુકાનીધારી લૂંટારુઓએ ધારાસભ્યની પત્નીને ધમકી આપી હતી. મોઢું અને હાથ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં લૂંટ ચલાવી હતી. ‘ઉદેપુર સે આયે હે ‘ કહી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી.
Recent Comments