ભિલોડા બેઠક પર રાજેન્દ્ર પારઘી દ્વારા મતદારોને રીઝવવા પ્રયાસ

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે. તેમ તેમ ઉમેદવારો જંજાવાતી પ્રચાર કરી બેઠક જીતવા માટે યથાગ પ્રયત્નો કરે છે. ત્યારે ૩૦ ભિલોડા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પારઘી ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે અને પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ૩૦ ભીલોડા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પારઘી ગામડે ગામડે ફરી નાની મોટી મિટિંગો કરીને મતદારોને પોતાની તરફેણમાં કરવાના પ્રયત્નો હાથ ધરી રહ્યાં છે. ભિલોડા મેઘરજ તાલુકાના પ્રચાર કાર્યનો એક રાઉન્ડ પૂર્ણ કર્યો છે. ત્યારે આ બેઠક જાળવી રાખવા પૂર્ણ કોશિશ હજૂ પણ કરાઈ રહી છે. ત્યારે પ્રચારના પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ભીલોડા બેઠકના કોંગી ઉમેદવાર રાજેન્દ્ર પારઘીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Recent Comments