fbpx
બોલિવૂડ

ભીગી ભીગી રાતો મે’ ગીત પર નોરા ફતેહીએ કર્યો રોમેન્ટિક ડાન્સ

નોરા ફતેહી પોતાના ડાન્સના કારણે સતત ચર્ચામાં રહે છે. નોરાના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. હાલમાં જ નોરાનો એક વીડિયો સોશોયિલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જ્યારે નોરા ફતેહીને ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સની જજની ખુરશી પર બેસવાની તક મળી હતી. નોરાએ શોના જજમાંથી એક મલાઈકા અરોરાને થોડા સમય માટે રિપ્લેસ કરી હતી કારણ કે તે કોરોનાથી પીડિત હતી.

આ દરમિયાન નોરાએ શોના જજ ટેરેંસ લુઈસ સાથે રેટ્રો સ્પેશલ એપિસોડમાં લોકપ્રિય ગીત ભીગી ભીગી રાતે મે ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ ગીતમાં નોરા અને ટેરેંસની શાનદાર રોમેન્ટીક કેમેસ્ટ્રી જાેવા મળી હતી. સાડી પહેરી નોરાએ જે ડાન્સ મૂવ્સ કર્યા કે જાણો સ્ટેજ પર આગ લગાવી દીધી હોય.

ટેરેંસ અને નોરાના આ ગીત પર શોના વધુ એક જજ ગીતા કપુરે કોરિયોગ્રાફ કર્યું હતું. નોરા અને ટેરેંસના આ ડાન્સને યૂટ્યૂબ પર લાખો લાકોએ જાેયું છે. નોરાના અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો હાલમાં જ તેનો એક મ્યૂઝિક વીડિયો છોડ દેંગે ખૂબ જ હિટ સાબિત થયો હતો. આ સિવાય તે ફિલ્મ ભુજઃધ પ્રાઈડ ઓફ ઈન્ડિયમાં જાેવા મળશે.

Follow Me:

Related Posts